કેમ ના મળે ? / why not?

9 06 2013
The ones who are most precious to us, we are the most inconsiderate to them – our children; our kids. Yes we love them the most, more than our own lives may be, and plan our lives so as to provide them the best. But in this process I feel, we end up turning a blind eye towards them. That little toddler, that little girl of yours, who hasn’t learnt to say a word, who hasn’t learnt to voice her opinion, we make her do and not do things merely based on our perceptions and choices. We do not really know whether they want to play when we are free only on a sunday. We do not really know what she wants when we decide whom she should be friends with; we do not really know her feelings when, for whatever reasons, we decide to shift her from school to school, we really do not know. As parents we claim that we know, but the question is do we really know. All that we do in the name of parenting – making them study, training them to be independent, coaching them to be successful, preparing them to be greedy – do we really consider the child’s feelings??
What do you see when you see in her eyes ? – do you see her agreement, do you understand her disagreement, do you really , truly ever look into her eyes before subjecting your ‘parenting’ on her?? I doubt.
I hate the idea of being a ‘grown up’. I detest the idea of ‘being on my own’. I yearn to be taken care. All my life, always. From here germinates this supposedly ‘childish’ inquiries. The verses that follow are a poetic depiction of such innocent inquiry.
That little toddler if could talk and express, would ask these questions to you the ‘parent’….
કેમ તારી છાતી થી તારે મને છેટો કરવો પડે ,
આખો દિવસ તને વળગી રેહવા કેમ ના મળે ?
કેમ તારે મને પલંગ પર સુતા શીખવવું પડે ,
તારા ખોળા માં મને  જગ્યા શું ના મળે ?
કેમ મારે સ્ટીલ ની ચમચી ને મોમાં નાખવી પડે ,
તારા હાથે કોળીયો  ખાવા મને શું ના મળે ?
કેમ તારે મને રમવા પ્લેગ્રૂપ માં મોકલવો પડે ,
ઘર ના પ્રાંગણ માં ઊછળકૂદ કરવા કેમ ના મળે ?
કેમ મારે હાથ લુછવા નેપકીન લેવો પડે ,
તારા પાલવ નો છેડો હવે મને શું ના મળે ?
કેમ તારે મને પાઠ ભણવા શાળા માં મોકલવો પડે ,
બાની એ વાર્તા ને દ્રષ્ટાંત હવે  સંભાળવા કેમ ના મળે ?
કેમ તારે મને એકલા રેહતા શીખવવું પડે
સંયુક્ત વાતાવરણ  માં મને ઉછેર કેમ ના મળે ?
કેમ હવે ‘માંગ્યા વગર તો માં એ ના પીરસે’ એવું સંભાળવું પડે
મને શું જોઈએ  એનો તને જરાય અણસાર  કેમ ના મળે ?
કેમ તારે મને ‘હવે મોટો થયો’ એવું સમજાવવું પડે ,
તારા હ્રિદય નો અંશ થઇ રેહવા મને કેમ ના મળે ?
તારું બાળક  થઇ એવો તો મૈ  શું ગુનો કર્યો
કે મારી એક પણ હઠ ‘નિર્દોષ’ તારા કાને ના પડે
મારી એક પણ હઠ તારા કાને કેમ ના પડે ?
Advertisements