Kadach.Shayad.Maybe – A soliloquy of despair : announcing the Gujarati music video.

14 01 2015

kadach poster2પ્રિય સ્વજન,

કહેવાય છે કે વેદના માંથીજ સંવેદના નો જનમ થાય છે. 2 વર્ષ અગાઉ, નિર્ભયા અત્યાચાર ના બીજા દિવસે જયારે સમાચાર પત્ર માં એ કૃત્ય નું વર્ણન વાચ્યું, તો જાણે  એક અસહ્ય પીડા અનુભવી. ઘણા દિવસો સુધી આંખ ના અશ્રુ ના સુકાયા.  એ પીડા એ વેદના મારા થકી  એક કાવ્ય સ્વરૂપે ઉત્પન્ન થઇ.  શિક્ષકો અને મિત્રો ના પ્રોત્સાહન થી પ્રેરાઈ ને એ કાવ્યને એક સારા હેતુસર આપ સૌ સુધી પહોચાડવાનો એક પ્રયત્ન કર્યો છે. 

આપણે જે 21મી સદી નું ગૌરવ કરીએ છીએ, એજ 21મી સદીમાં એક જીવ બીજા જીવ પર આટલો કારમો અત્યાચાર ગુજારી શકે છે , એ હકીકત પચાવી મારા માટે અશક્ય હતી.  આપણે જાણ્યે છીએ કે આ કક્ષા ના અત્યાચાર સમાજ માં ચાલતા આવ્યા છે, અને ઘણી માત્રા  માં વ્યાપક પણ છે. પણ એ દિવસે એ કિસ્સા ને જાણી હું એ વેદના સાથે જોડાયો. જાણું છું એ અસહ્ય પીડા શું હશે અને એ જીવે શું સહન કર્યું હશે એનું અંશ માત્ર પણ હું કદાચ જાણી કે અનુભવી નથી શકવાનો , અને ઈચ્છીશ કે કોઈએ પણ આ પ્રકાર ની વેદના ક્યારેય સહન ના કરવી પડે ; પણ આ અત્યાચાર  માંથી ઉત્પન્ન થતી વેદના સાથે આપણી  સંવેદના જોડાય એ આપણા સમાજ માટે જરૂરી છે.

‘કદાચ’ – અ સોલીલોકી ઓફ ડીસ્પેર (નિરાશા નું આત્મસંભાષણ) , એ કારમો અત્યાચાર ગુજારાયેલ એક સ્ત્રી ની વેદના નું આત્મસંભાષણ છે. જો એ પીડિત સ્ત્રી ને વાચા હોય તો શું એ ગુસ્સો કરે કે નિસાસો નાખે ? ‘કદાચ’ એ નિસાસો છે. ‘કદાચ’ એ દરેક પુરુષ ને યાદ કરાવે છે કે એ, એના જીવન માં રહેલી સ્ત્રીઓ એ કરેલા પોષણ નો  સરવાળો માત્ર  છે.

શરમજનક હકીકત છે કે છતાય અત્યાચાર ગુજારતી વખતે પુરુષ, સ્ત્રી નું યોગદાન ભૂલી, સ્ત્રી માં માતા, બેન, સખી, જીવનસંગીની  કે દીકરી નું સ્વરૂપ જોઈ શકતો નથી. આ પીડા, નિરાશા અને વેદના ભરેલ કાવ્ય – સંગીત અને દ્રશ્યો ના સહારે આપ સૌ ની સમક્ષ રજુ કરવાનો અમારો પ્રયત્ન એટલે – ‘કદાચ’

આશા એજ કે આ વેદના માંથી કદાચ આપણા સૌ માં સંવેદના જનમ લે અને આપણે એક એવી દુનિયા નું સ્વપ્ના જોવા સક્ષમ બનીએ  કે જેમાં કોઈ જીવ બીજા જીવ પર હિંસા ના આચરે.

ઉત્તરાયણ એટલે પૃથ્વી ની સ્થિતિ માં ફેરફાર. આવતા 6 મહિના પૃથ્વી સૂર્ય થી નજીક ઢળેલી રહે એવી એની સ્થિતિ થશે. આજ સમય છે નવી શરૂઆતનો, નવી પરિસ્થિતિ નું સર્જન કરવાનો.

મારા જીવન કાળ માં હિંસા  ને અત્યાચાર મુક્ત  દુનિયા જોઈ શકું એ આશા સાથે , એક  કલાકાર તરીકે , આ મ્યુસિક વિડીઓ ના સ્વરૂપમાં , મારું એક નાનકડું યોગદાન.

ઘણા ઉત્કૃષ્ટ અને સહૃદયી કલાકારો મળ્યા અને અમે સાથે મળી જે સર્જન કર્યું છે તે સંક્રાંતિ ની આ પળે (19.34.43 IST 14મી જાન્યુઆરી 2015) દુનિયા ને અર્પણ કરું છું.

જો તમારા હૃદય થી અમારી વાત જોડાય તો બીજા હૃદયોને આ સંવેદના ના અનુભવ  સાથે જોડશો. અમારી પ્રસ્તુતિ એક સારા વિચાર ના સિંચન નું સાધન બને એજ અમારી અપેક્ષા.

આપનો અને સૌનો,

મિહિર ગજરાવાલા

નીચેની લીંક પર ક્લિક કરવાથી વિડીઓ જોઈ શકાશે

Gujarati : https://www.youtube.com/watch?v=JsCE1HWYGEM

Advertisements
Paradox of doing and not doing.

4 12 2013

Letter sent to The Office of His Holiness The Dalai Lama, seeking a private audience to His Holiness during my visit to Dharamsala with my friends in coming January.

Ahmedabad, December 2nd, 2013.
© mihir gajrawala

It is our misfortune that HHDL is not available in Dharamsala at the time of our visit. The Office of HHDL informed us of his unavailability.
I am sure that many would find a resonance in the thoughts presented in this letter. Hence sharing it here on my blog.

________________________________________________________________________________________________________

Thought Map
A peep into our minds to explain the significance of being an audience to His Holiness

‘Paradox of doing and not doing‘

As entrepreneurship students we are educated to keep ourselves occupied in investing our energy in ‘achievements’. To work towards a better tomorrow, to work towards economic growth ; that you be more tomorrow than what you are today – is the mantra given. Yes our teacher did warn us to not equate this need to achieve with ‘greed’ and ‘short cuts’, but ‘achievement’ remains the fulcrum of our thoughts all through out.

A dozen winters have passed by since we completed our post graduation in entrepreneurship and set out to ‘achieve’. We are a bunch of individuals, separated by culture and geography, but bound by our sense of purpose.

Over these dozen odd winters, we have grown, we have changed in more ways than one; but our understanding still revolves around this word ‘achievement’. As any other individual, we have encountered both wonder and despair during our experiences and it has an impact on our comprehension on life. Over countless chats, numerous discussions, unaccounted hours of introspection, individually and collectively, we all have started to look at this term ‘achievement’ a bit more differently than what it was when we started our journey.

‘Sometimes things go wrong; that’s normal. But we have a saying in Tibetan, ‘Nine times fail, nine times try again’. @dalailama via tweeter

Yes we believe in the above. We exhibit this spirit in our endeavors; we manage to not get bogged down by failures. Having said that, readings of various spiritual masters have resulted in the germination of the belief that ‘any quantum of action if invested in a direction opposite to one’s nature will only generate disillusionment and dissatisfaction’.

At this point we all differ. Each one has a different perception of what this true nature is. But we all agree that none of us has ever experienced that infectious and innocent smile that we always see on the face of His Holiness. What is it that could give such perennial smile? If such a smile is the manifestation of being in ones nature, what direction may lead us there? And this makes us re-look at the concept of achievement. Does ‘achievement’ takes one away from ones true nature, does willful ‘giving up’ brings one closer to his true nature?

Does such a smile needs to be ‘achieved’ or it is an outcome of ‘giving up’ ?

We do not know. At this question we are stuck. We see a dead end. And so worldly speaking, we are in a situation where we have ceased to ‘achieve’; we are not growing any more (in our chosen fields of entrepreneurship). That is the paradox we are living in – the paradox of doing and not doing. The paradox of feeling ‘nothing’ amidst ‘everything’

We are TOTAL neither in doing nor in not-doing. We are neither someone nor are we no-one. We are neither fully Present nor completely Absent.

We do not claim to be seers or seekers. We are absolutely normal anybodies that exist everywhere. With all genuineness we accept the presence of hypocrisy in our expressions.

Who are we then? And why this mail?

Well we are a bunch of friends, 14 to be precise, who got united during our education some 13 years back. Many of us reside in cities quite far away from each other. We embark on this little vacation to discuss, introspect and meditate upon the above paradox, which we all are living in.

Our request is not to talk or debate. Nor do we have a list of questions. With above described mindset we wish to walk into the room of His Holiness, see His smile and just listen.

Legends say that Mahavira never spoke, He was only heard. We wish to have the blessing of hearing to His Holiness.

Thank You.